નજરૂંના કાંટાની ભૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તો ય ફૂલ મારા વ્હાલમા !
રાતનો અંધાર મને લાગે છે ઊજળો,
તારો તે સંગઃઊન્હે પ્હોર જાણે પીપળો;
વેણૂના વ્હેણમાંહી ડૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તો ય ફૂલ મારા વ્હાલમા !
એક્લીને આંહીં બધું લાગે અળખામણું,
તારે તે રંગ, ભલા ટહૂકે સોહામણું;
તું જે કહે તે કબૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તો ય ફૂલ મારા વ્હાલમા !
-----------------------------સુરેશ દલાલ.
વીંધે હૈયું ને તો ય ફૂલ મારા વ્હાલમા !
રાતનો અંધાર મને લાગે છે ઊજળો,
તારો તે સંગઃઊન્હે પ્હોર જાણે પીપળો;
વેણૂના વ્હેણમાંહી ડૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તો ય ફૂલ મારા વ્હાલમા !
એક્લીને આંહીં બધું લાગે અળખામણું,
તારે તે રંગ, ભલા ટહૂકે સોહામણું;
તું જે કહે તે કબૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તો ય ફૂલ મારા વ્હાલમા !
-----------------------------સુરેશ દલાલ.