Search the Collection

Sunday, September 7, 2008

ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ,પણ,
કોણ ઓળંગે સડક એ ધારણાના નામ પર
--ચિનુ મોદી

સહવાસ ના પડદામાં અબોલો રહી જાઉ
ઘર માં જ વસુ તોય ભટકતો રહી જાઉ
જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબ ની જેમ
પાણીમાં પડુ તોય સુક્કો રહી જાઉ.
--જવાહર બક્ષી

આગના ભડકા મહીથી એક તણખો આપશે
કાં પછી તૂટેલ કૌ એકાદ મણકો આપશે
વહાલની સીમા વટાવી જો કરો વિશ્વાસ તો
આયખૂ તૂટી પડે એવોજ સણકો આપશે.
--મૂકેશ જોષી

હશે બીજી કલા કે જે ફૂંકે છે પ્રણય માં પ્રાણ
શું ફક્ત બંસરીના સુર થી રીઝે છે રાધાઓ?