આજ ખાલીખમ આંખમાં થયો શમણાંનો વરસાદ ને રાત્યું રેલમ છેલમ.
સાવ સુંવાળા હાથમાં ઊગ્યો મહેંદી કેરો સાદ ને ભાત્યું રેલમ છેલમ.
ચાકળાં માથે આભલાં ટાંકી,સોનમોતીએ ગુંથ્યું શ્રીફળ બારણે તોરણ.
મખમલી ઓછાડ માલીપા લીલદોરે બાવળિયાં કાઢી સોય ઝણણણ.
સૈ રાતેરા ઘરચોળાની જોષીએ કરી વાત ને ભાખ્યું રેલમ છેલમ.
ઘૂમટો લાંબો તાણ્યો,માથે મોડિયાની મરજાદ ને ઝાંઝર છમછમાછમ.
ઊંબરે ચઢાણ કપરા,પગે ઠેસ ને ઊડે નીંદરૂ,ડસે પડછાયાં ખમ્મ.
ધાગધિનાગીન ઢોલ વાગે ત્યાં ફળિયે પડે ફાળ ને આંખ્યું રેલમ છેલમ.
------------------------------------વિમલ અગ્રાવત