Search the Collection

Wednesday, April 29, 2009

અદમ ટંકારવી -જેવી

મીઠ્ઠી માલિકની દયા જેવી
વાત છે ચોખ્ખી દીવા જેવી.
તારા જ શહેરમાં જિન્દગી મારી
તેં જ ફેલાવેલી અફવા જેવી.
છોડ રૂપક ઉશેટી દે ઉપમા
એ નથી કોઇ કે કશા જેવી.
દિલ બન્યું જામ ત્યારથી ઝાહિદ
હરકોઇ ચીજ છે સુરા જેવી.
સ્મરણ તારું છે સાતસોછ્યાસી
યાદ તારી છે શ્રી ૧ જેવી.
ગઝલ લખી દ્યો સીધીસાદી, અદમ
જીવીકાકીની સવિતા જેવી.

--------- અદમ ટંકારવી