Search the Collection

Sunday, August 10, 2008

ઉદયન ઠકકર

અહી મે પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી
અને ત્યાં પ્રિયાએ તરત તાડપત્રી લગાવી લીધી
નયન ગમે તો નયન,હૃદય જો ગમે તો હૃદય
હવાફેર માટે તને જગ્યા બે બતાવી લીધીએ
તો હસ્તરેખાઓનૂં નસીબ જોર કરતું હશે
હથેળીમાં લઈ એમણે હથેળી દબાવી લીધી
કોઈ પ્હેરી કંકણ ફરે,કોઈ કુંડળોને ધરે
અમે કંઠી વરસાદની ગળામાં સરાવી લીધી
કે વરસાદના નામ પર તો કૈ કૈ અડપલાં થયાં
નદીએ વગર હક્કની જમીનો દબાવી લીધી
બે આંખોના ગલ્લા પર ધસારો થયો દ્રશ્ય નો
વરસભરની આવક જુઓ,પલકમાં કમાવી લીધી
આ વરસાદમાં જાતનું થવાનુ. હતું તે થયું
જરા ઓગળી ગઈ અને વધી તે વહાવી લીધી
પરોઢે કુણા તાપને, મળ્યા આપ તો આપને
પહેલું મળ્યુ એને મેં ગઝલ સંભળાવી લીધી

----------ઉદયન ઠકકર