Search the Collection

Saturday, June 27, 2009

જટાયુ


નગર અયોધ્યા ઉત્તરે, ને દખ્ખણ નગરી લંક
વચ્ચે સદસદ્જ્યોત વિહોણું વન પથરાયું રંક.

ધવલ ધર્મજ્યોતિ, અધર્મનો જ્યોતિ રાતોચોળ
વનમાં લીલો અંધકાર વનવાસી ખાંખાંખોળ.

શબર વાંદરા રીંછ હંસ વળી હરણ સાપ ખીશકોલાં
શુક-પોપટ સસલાં શિયાળ વરુ મોર વાઘ ને હોલાં

વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે
ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે.

દર્પણ સમ જલ હોય તોય નવ કોઇ જુએ નિજ મુખ
બસ, તરસ લાગતા અનુભવે પાણી પીધાનું સુખ.

જેમ આવે તેમ જીવ્યા કરે કૈં વધુ ન જાણે રંકઃ
ક્યાં ઉપર અયોધ્યા ઉત્તરે, ક્યાં દૂર દખ્ખણે લંક.


વનમાં વિવિધ વનસ્પતિ, એની નોખી નોખી મઝા
વિવિધ રસોની લ્હાણ લો, તો એમાં નહીં પાપ નહી સજા.

પોપટ શોધે મરચીને, મધ પતંગિયાં ની ગોત
આંબો આપે કેરી, દેહની ડાળો ફરતી મોત.

કેરી ચાખે કોકિલા અને જઇ ઘટા સંતાય
મૃત્યુફળનાં ભોગી ગીધો બપોરમાં દેખાય.

જુઓ તો જાણે વગરવિચારે બેઠાં રહે બહુ કાળ
જીવનમરણ વચ્ચેની રેખાની પકડીન ડાળ.

ડોક ફરે ડાબી, જમણી : પણ એમની એમ જ કાય
(જાણે) એક ને બીજી બાજુ વચ્ચે ભેદ નહી પકડાય.

જેમના ભારેખમ દેહોને માંડ ઊંચકે વાયુ
એવાં ગીધોની વચ્ચે એક ગીધ છે : નામ જટાયુ.


આમ તો બીજું કંઇ નહીં, પણ એને બહુ ઊડવાની ટેવ
પહોચ ચડયો ના ચડયો જટાયુ ચડયો જુઓ તતખેવ.

ઊંચે ઊંચે જાય ને આઘે આઘે જુએ વનમાં
(ત્યાં) ઊના વાયુ વચ્ચે એને થયા કરે કંઇ મનમાં.

ઊની ઊની હવા ને જાણે હૂંફાળી એકલતા
કિશોર પંખી એ ઊડે ને એને વિચાર આવે ભલતા.

વિચાર આવે અવનવા, એ ગોળ ગોળ મૂંઝાય
ને ઊની ઊની એકલતામાં અધ્ધર ચડતો જાય.

જનમથી જ જે ગીધ છે એની આમે ઝીણી આંખ
એમાં પાછી ઉમેરાઈ આ સતપત કરતી પાંખ.

માતા પૂછે બાપને : આનું શુંય થશે, તમે કેવ
આમ તો બીજું કંઇ નહી પણ આને બહુ ઊડવાની ટેવ.


ઊડતાં ઊડતાં વર્ષો વીત્યાં ને હજી ઊડે એ ખગ
પણ ભોળુ છે એ પંખીડું ને આ વન તો છે મોટો ઠગ !

(જ્યમ) અધરાધરમાં જાય જટાયુ સહજ ભાવથી સાવ
(ત્યમ) જુએ તો નીચે વધ્યે જાય છે વનનો પણ ઘેરાવ.

હાથવા ઊંચો ઊડે જટાયુ તો વાંસવા ઠેકે વન
તુલસી તગર તમાલ તાલ તરુ જોજનનાં જોજન.

ને એય ઠીક છે. વન તો છે આ ભોળિયાભાઇની મા :
લીલોછમ અંધાર જે દેખાડે તે દેખીએ, ભા !

હસીખુશીને રહો ને ભૂલી જતા ન પેલી શરત,
કે વનનાં વાસી, વનના છેડા પાર દેખના મત.


એક વખત, વર્ષો પછી, પ્રૌઢ જટાયુ, મુખી,
કેવળ ગજ કેસરી શબનાં ભોજન જમનારો, સુખી,

વન વચ્ચે, મધ્યાહ્ન નભે, કૈં ભક્ષ્ય શોધમાં ભમતો'તો
ખર બિડાલ મૃગ શૃગાલ શબ દેખાય, તોય ના નમતો'તો.

તો ભૂખ ધકેલ્યો ઊડયો ઊંચે ને એણે જોયું ચોગરદમ
વન શિયાળ-સસલે ભર્યુભાદર્યુ, પણ એને લાગ્યું ખાલીખમ.

એ ખાલીપાની ઢીંક વાગી, એ થથરી ઊઠયો થરથર
વન ના-ના કહેતું રહ્યું, જટાયુ અવશ ઊછળ્યો અધ્ધર.

ત્યાં ઠેક્યાં ચારેકોર તુલસી તગર તમાલ ને તાલ
સૌ નાનાં નાનાં મરણભર્યા એને લાગ્યાં સાવ બેહાલ.

અને એ જ અસાવધ પળે એણે લીધા કયા હવાના કેડા
કે ફક્ત એક જ વીંઝી પાંખ, હોં, ને જટાયુએ દીઠા વનના છેડા.


નગર અયોધ્યા ઉત્તરે ને દક્ષિણે નગરી લંક
બેય સામટાં આવ્યાં, જોતો રહ્યો જટાયુ રંક.

પળ તો એણે કહ્યું કે જે-તે થયું છે કેવળ બ્હાર
પણ ત્યાં જ તો પીંછે પીંછે ફૂટયો બેય નગરનો ભાર.

નમી પડયો એ ભાર નીચે ને વનવાસી એ રાંક
જાણી ચૂકયો પોતાનો એક નામ વિનાનો વાંક.

દહમુહ-ભુવન-ભયંકર,ત્રિભુવન-સુંદર-સીતારામ
-નિર્બળ ગીધને લાધ્યુ એનું અશક્ય જેવું કામ.

ઊંચા પવનો વચ્ચે ઊડતો હતો હાંફળો હજી,
ત્યાં તો સોનામૃગ, રાઘવ, હે લક્ષ્મણ, રેખા, સ્વાંગને સજી

રાવણ આવ્યો, સીતા ઊંચક્યાં, દોડયો ને ગીધ તુરંત
એક યુધ્ધે મચ્યો, એક યુધ્ધે મચ્યો, એક યુધ્ધે મચ્યો,
હા હા ! હા હા ! હાર્યો, જીવનનો હવે ઢૂંકડો અંત.


દખ્ખણવાળો દૂર અલોપ, હે તું ઉત્તરવાળા ! આવ
તુલસી તગર તમાલ તાલ વચ્ચે એકલો છું સાવ.

દયા જાણી કૈં ગીધ આવ્યાં છે અંધારાને લઇ,
પણ હું શું બોલુ છું તે એમને નથી સમજાતું કંઇ.

ઝટ કર ઝટ કર, રાઘવા ! હવે મને મૌનનો કેફ ચડે,
આ વાચા ચાલે એટલામાં મારે તને કંઇ કહેવાનું છે.

તું તો સમયનો સ્વામી છે, ક્યારેક આવવાનો એ સહી,
પણ હું તો વનેચર મતર્ય છું - હવે ઝાઝું ટકીશ નહીં.

હવે તરણાંય વાગે છે તલવાર થઈ મારા બહુ દુઃખે છે ઘા
આ કેડા વિનાના વનથી કેટલું છેટું હશે અયોધ્યા?

આ અણસમજુ વન વચ્ચે શું મારે મરવાનું છે આમ?
-નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ.


----------------------------સિતાંશુ યશશ્ચંદ્ર

Thursday, June 11, 2009

कहीं छत थी दीवार-ओ-दर थे कहीं

कहीं छत थी दीवार-ओ-दर थे कहीं
मिला मुझको घर का पता देर से
दिया तो बहुत ज़िन्दगी ने मुझे
मगर जो दिया वो दिया देर से

हुआ न कोई काम मामूल से
गुज़ारे शब-ओ-रोज़ कुछ इस तरह
कभी चाँद चमका ग़लत वक़्त पर
कभी घर में सूरज उगा देर से

कभी रुक गये राह में बेसबब
कभी वक़्त से पहले घिर आई शब
हुये बंद दरवाज़े खुल खुल के सब
जहाँ भी गया मैं गया देर से

ये सब इत्तिफ़ाक़ात का खेल है
यही है जुदाई यही मेल है
मैं मुड़ मुड़ के देखा किया दूर तक
बनी वो ख़ामोशी सदा देर से

सजा दिन भी रौशन हुई रात भी
भरे जाम लहराई बरसात भी
रहे साथ कुछ ऐसे हालात भी
जो होना था जल्दी हुआ देर से

भटकती रही यूँ ही हर बंदगी
मिली न कहीं से कोई रौशनी
छुपा था कहीं भीड़ में आदमी
हुआ मुझ में रौशन ख़ुदा देर से

------------------------- निदा फ़ाज़ली

अपनी रुसवाई तेरे नाम का चर्चा देखूँ

अपनी रुसवाई तेरे नाम का चर्चा देखूँ ,

एक ज़रा शेर कहूँ और मैं क्या क्या देखूँ


नींद आ जाये तो क्या महफ़िलें बरपा देखूँ ,

आँख खुल जाये तो तन्हाई की सहर देखूँ


शाम भी हो गई धुंधला गई आँखें भी मेरी ,

भूलनेवाले मैं कब तक तेरा रस्ता देखूँ


सब ज़िदें उस की मैं पूरी करूँ हर बात सुनूँ ,

एक बच्चे की तरह से उसे हँसता देखूँ


मुझ पे छा जाये वो बरसात की ख़ुश्बू की तरह ,

अंग-अंग अपना उसी रुत में महकता देखूँ


तू मेरी तरह से यक्ता है मगर मेरे हबीब ,

जी में आता है कोई और भी तुझ सा देखूँ


मैं ने जिस लम्हे को पूजा है उसे बस एक बार ,

ख़्वाब बन कर तेरी आँखों में उतरता देखूँ


तू मेरा कुछ नहीं लगता है मगर जान-ए-हयात ,

जाने क्यों तेरे लिये दिल को धड़कता देखूँ

----------------परवीन शाकिर

बारिश में क्या तन्हा भीगना

बारिश में क्या तन्हा भीगना लड़की !
उसे बुला जिसकी चाहत में
तेरा तन-मन भीगा है
प्यार की बारिश से बढ़कर क्या बारिश होगी !
और जब इस बारिश के बाद
हिज्र की पहली धूप खिलेगी
तुझ पर रंग के इस्म खुलेंगे ।
----------------परवीन शाकिर

जाम उठा

मान मौसम का कहा, छाई घटा, जाम उठा
आग से आग बुझा, फूल खिला, जाम उठा
पी मेरे यार तुझे अपनी क़सम देता हूँ
भूल जा शिकवा-गिला, हाथ मिला, जाम उठा
हाथ में जाम जहाँ आया मुक़द्दर चमका
सब बदल जायेगा क़िस्मत का लिखा, जाम उठा
एक पल भी कभी हो जाता है सदियों जैसा
देर क्या करना यहाँ, हाथ बढा, जाम उठा
प्यार ही प्यार है सब लोग बराबर हैं यहाँ
मैकदे में कोई छोटा न बड़ा, जाम उठा
----------बशीर बद्र

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?
મારી આંખમાં તું…
ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?
સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
…ઘેરાતી રાત તને યાદ છે?
…ઘેરાતી રાત તને યાદ છે?…
--------------------રમેશ પારેખ

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
બળતે બપ્પોર ભીનો પગરવ સૂણીને
કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોના એવાં અંધાર્યા વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર આપણે ઊભાં રહ્યાંનું પૂર આવવું
ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

------------------- રમેશ પારેખ

અમૃત ‘ઘાયલ’

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
-------------અમૃત ‘ઘાયલ’

પન્ના નાયક

ચકમક ઘસાય
કે દિવાસળી સળગે
ને
જ્વાળા ભભૂકી ઉઠે
બરોબર એ બિન્દુ પર
હું તને લઈ જવા માંગું છું.
--પન્ના નાયક