Search the Collection

Thursday, March 26, 2009

તુ એક ગુલાબી સપનું છે

તુ એક ગુલાબી સપનું છે
હું એક મજાની નીંદર છું.
ના વીતે રાત જવાનીની
તે માટે હું પણ તત્પર છું.
ગોતી જો શકે તો લે ગોતી
મોતીના સ્વરૂપે છે જ્યોતિ.
ઓ હંસ બનીને ઊડનારા
હું તારું માનસરોવર છું.
શાંત અને ગંભીર ભલે
શરમાળ છે મારાં નીર ભલે.
ઓ પુનમ ઘુંઘટ ખોલ જરા
હું એ જ છલકતો સાગર છું
કૈલાસનો સચવાયે વૈભવ
ગંગાનું વધી જાશે ગૌરવ
તુ આવ ઉમાનું રૂપ ધરી
ને જો કે હું કેવો સુંદર છું.
સંવાદ નથી શોભા એની છે
મૌન પ્રતિષ્ઠા બન્ને ની.
તુ પ્રશ્ન છે મારી પ્રીતિ નો
હું તારા રૂપ નો ઉત્તર છું.

-----------------------શેખાદમ આબુવાલા

Thursday, March 19, 2009

તું ગઇ, ને

તું ગઇ, ને, એટલે વરસાદ પણ ગયો,
જૉ પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.
ચોતરફ એકાંતનો એવો છે દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.
કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.
એકલા આ મૌનમાં જીવીને શું કરૂં ?
તું નથી, ને, એટલે સંવાદ પણ ગયો.
હું તને શોઘ્યા કરૂં, ને, તું મળી નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

----------- આશા પુરોહીત

Sunday, March 15, 2009

આશા નિરાશા

વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા,
પણ નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં
- ‘ઘાયલ’

સાત સમંદર તરવા ચાલી

સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’! હિંમત બોલી ‘અલ્લા બેલી’!
નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ,
કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી.
એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા,
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી.
કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!
આપખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું,
“હાશ” કહી ઈશ્વર હરખાયો, ‘શૂન્યે’ જ્યાં લીલા સંકેલી.

------------------------શૂન્ય પાલનપુરી

Thursday, March 12, 2009

જાગે તમામ ઉમ્ર

જાગે તમામ ઉમ્ર કિ હર સૂ નિગાહ થી,
દુનિયા મેરે હબીબ કી આરામગાહ થી.
યારોં કો હર તરહ કા તહફ્ફુજ અજીજ થા,
હમને ચુની વો રાહ,જો મર્દો કી રાહ થી.
ગહરાઈઓં મેં રૂહ કી વો ઢૂંઢતા થા ક્યા?
ઈક ગૂંજ ઉસકી તાન મેં,ક્યા બે પનાહ થી.
જી ચાહતા થા ઉસકા જમાને મેં નામ હો,
વહ થા મેરા અનીસ તો શોહરત કી ચાહ થી.
ઉઠા કર સરાએ-ખ્વાબ સે આયા હૂં મૈ 'નઈમ',
આશુફતગી થી વરના ઉસી દર કી ચાહ થી.

-----------------હસન નઇમ

દિલ મેં ઉતરોગે તો

દિલ મેં ઉતરોગે તો ઇક જૂ-એ વફા પાઓગે,
મૌજ-દર-મૌજ સમંદર કા પતા પાઓગે.
મૈ તો ખો જાઉંગા તન્હાઈ કે જંગલ મેં કહી,
તુમ ભરે ઘર મેં કહાં મુઝકો ભુલા પાઓગે?
દિલસે બે સાખ્તા ઉમડે હૈ, બઢાઓ કફે-દસ્ત,
આજ આંસૂ કો ભી, હમરંગે-હિના પાઓગે.
આગ હી આગ સહી, ખ્વાબ મેં જલકર દેખો,
ઇસ જહન્ન્મ મેં ભી જન્નત કી હવા પાઓગે.
ગમ ઉઠાને કા યે અંદાજ બતાતા હૈ 'નઈમ',
ઇક ન ઇક રોજ વફાઓં કા સિલા પાઓગે.

-------------------હસન નઇમ