Search the Collection

Saturday, May 14, 2011

અટકચાળા ન કર

સ્થિર જળ સાથે અટકચાળા ન કર,
કાંકરા નાખીને કૂંડાળા ન કર.

લોક દિવાળી ભલે ને ઊજવે,
પેટ બાળીને તું અજવાળાં ન કર!

આજથી ગણ આવનારી કાલને,
પાછલાં વરસોના સરવાળા ન કર!

કયાંક પથ્થર ફેંકવાનું મન થશે,
ઈંટને તોડીને ઢેખાળા ન કર.

થઈ શકે તો રૂબરૂ આવીને મળ,
ઊંઘમાં આવીને ગોટાળા ન કર.

છે કવિતાઓ બધી મોઢે મને,
મારી મિલકતનાં તું રખવાળા ન કર.

----------------- ખલીલ ધનતેજવી